Surat Bus facility on Diwali: સુરત ST વિભાગ દ્વારા મુસાફરી માટે દોડશે 2200 બસો, ચોરી ના થાય તે માટે પોલીસ પણ સતર્ક

Surat Bus facility on Diwali: આપણે જાણીએ છીએ તેમ હવે બે દિવસ પછી દિવાળી નો મોટો તહેવાર આવી રહ્યો છે. અને આ દિવાળીના તહેવારમાં પોતાના વતન અને ઘરથી દૂર રહેલા લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના ઘરે જવા માટે આતુર હોય છે. પરંતુ અત્યારના સમયે ટ્રાવેલિંગ વખતે બસ અને ટ્રેનમાં ઘણા લોકો એક સામટા ઉમટી પડે છે જેના કારણે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સુરતમાં દોડશે 2 હજારથી વધારે બસો | Surat Bus facility on Diwali

અને તહેવારની સિઝનમાં મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં લેતા સુરત સીટી ST વિભાગ દ્વારા 2200 થી વધારે બસ દોડાવવાનો મોટો નિર્ણય લીધો છે.

દિવાળીના તહેવારમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

અને તેની સાથે સાથે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે તેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય તેના માટે સુરત પોલીસ દ્વારા એક્સન લેવામાં આવી છે અને સુરત સિટીમાં રાત્રિ દરમિયાન ડીંડોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. અને પોલીસ દ્વારા વધારે ભીડ હોય તેવી જગ્યામાં અને બજારમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

તેમના દ્વારા લોકોને ખરીદી કરતી વખતે પોતાનું પાકીટ અને કીમતી વસ્તુઓનું ધ્યાન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. અત્યારે રહેવાની સીઝનમાં બજારમાં હોય છે તેથી ચોરીની ઘટનાઓ ના થાય તે માટે પોલીસ સતર્ક છે.

બસની વધારાની ટ્રીપ નું આયોજન

સુરત એ રત્ન કલાકારોની સીટી છે અને આ સમયમાં દિવાળીના દિવસે તેઓ પોતાના ઘર સૌરાષ્ટ્ર જઈ શકે તે માટે સુરત ST વિભાગ દ્વારા વધારાની ટ્રીપ ન પણ આયોજન કરવામાં આવશે. અને સુરતના ડભોલી કાપોદ્રા વરાછા કતારગામ વગેરે વિસ્તારમાંથી આ બસો ચાલુ થશે. અને આ 200 આગામી તહેવારના સાત દિવસ સુધી કુલ 2200 બસ દડાવવામાં આવશે.

Read More – Ayushman Bharat Yojana: પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર, આ રીતે મેળવો આયુષ્માન ભારત યોજના નો લાભ

Leave a Comment