petrol diesel price: તહેવારમાં મોટો ઝાટકો ! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો , જુઓ નવા ભાવ

petrol diesel price: દિવાળીના તહેવારની ઉજવણી કરેલા તમામ લોકોને હવે ફરીથી મોંઘવારી નો સામનો કરવો પડશે. કેમકે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તારીખ 1 નવેમ્બર 2024 થી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. અને આ નવા દરોમાં દિલ્હીથી લઈને પટના સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

પોર્ટ બ્લેર એવી જગ્યા કે જે આ ભારતમાં સૌથી વધારે ઓછી કિંમતમાં પેટ્રોલ અને ડીઝલ મળી આવે છે તેના ભાવમાં પણ વધારો થયો છે. અહીં પેટ્રોલ ની કિંમત 82.42 હતી જેમાં હવે વધારો થઈને 82.46 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. તેની સાથે ડીઝલ ની કિંમત પણ પહેલા 78.1 રૂપિયા હતી જે હવે વધીને 78.5 રૂપિયા થઈ ગઈ છે તેમાં પણ વધારો થયો છે. તો આપણા ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો છે ચલો જાણીએ.

દેશના મોટા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ | petrol diesel price

  • મુંબઈમા પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે.
  • દિલ્હીમા પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 100.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.35 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 91.76 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ

  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.25 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 91.77 રૂપિયા પ્રતિ લીટર છે.
  • જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.19 રૂપિયા પ્રતિ લીટર છે.
  • રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.36 રૂપિયા પ્રતિ લીટર છે.
  • સુરતમાં પેટ્રોલનો ભાવ 94.53 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.23 રૂપિયા પ્રતિ લીટર છે.
  • વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો

માહિતી મુજબ, કાચા તેલના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. માહિતી મુજબ બ્રેન્ડ ક્રુડની કિંમત લગભગ 72.75 ડોલર પ્રતિ બેરલ થઈ છે. તેમાં લગભગ દોઢ ડોલર વધારો થયો છે. અને તેની સાથે WTI પ્રતિ બેરલ 68.81 ડોલર ભાવ થયો છે. અને આ જ કારણોસર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે.

ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરવા માટે તમારે ત્યાં સ્થળ પર જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ તેના ભાવ ચેક કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીનો 9222201122 જે આ કંપનીનો SMS નંબર છે તેના પર તમારો RSP અને સીટી પીન કોડ દાખલ કરી તેને મેસેજ કરો. અને તમે ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 અર્પણ એસએમએસ મોકલી શકો છો.

Read More –