Dhanteras 2024 : ધનતેરસના દિવસે સોના અને ચાંદીના સાથે આ પણ વસ્તુ ખરીદો તે શુભ માનવામાં આવે છે

Dhanteras 2024 : આપણે જાણીએ છીએ તેમ અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને તેમાં આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ધનતેરસ કારતક માસમાં કૃષ્ણ પક્ષની પ્રયાદશી તિથિ એટલે કે તેરમા દિવસે આવે છે જે આપણા હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. અને ધનતેરસને ધનત્રયોદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ધનતેરસમાં ધન શબ્દનો અર્થ થાય છે પૈસા અને તેરસ શબ્દનો અર્થ થાય છે કૃષ્ણ પક્ષનો 13 મો દિવસ. અને આ દિવસ એ સોનુ ખરીદવા અને નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માટે શુભ ગણવામાં આવે છે. અને તે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે આવે છે.

ધનતેરસ ના તહેવારના દિવસે લોકો ભગવાન કુબેર, દેવી લક્ષ્મી અને ભગવાન ધનવંતરીની પૂજા કરે છે. તેમજ પોતાની સંપત્તિ પોતાના સારો સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. વર્ષ 2024 માં ધનતેરસ એ 29 ઓક્ટોબર ના દિવસે ઉજવવામાં આવશે.

ધનતેરસ તિથિ | Dhanteras 2024

આ દિવસે ત્રયોદશી તિથિ સવારના 10:31 વાગ્યાથી શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે. અને આ દિવસે લક્ષ્મી પૂજા માટે નો શુભ સમય સાંજે 6.30 થી 8.12 વાગ્યા સુધી છે. અમે તમને જણાવીશું કે આજે ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ જે શુભ માનવામાં આવે છે અને તેના પાછળનું કયું કારણ છે.

સોનુ અને ચાંદી ખરીદવી જોઈએ

આજે ધનતેરસના દિવસે જો તમે સોના અને ચાંદીના સિક્કા ખરીદો છો અથવા ઘરેણા ખરીદો છો તો તે ઘણું શુભ માનવામાં આવે છે. અને એવી માન્યતા છે કે જો તમે આ દિવસે સોનુ અને ચાંદી ખરીદો છો તો તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. અને આજ કારણે આ દિવસે ઘરેણાની માંગમાં વધારો થતા તેની કિંમત પણ વધારે હોય છે.

Read More –

સાવરણી

તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે જો તમે ધનતેરસના દિવસે સાવરણી ખરીદો છો તો તે તમારા પરિવારમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટેનું એક પ્રતિક ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમે સામાન્ય ખરીદો છો તો તે તમામ દેવામાંથી મુક્ત કરવામાં તમને મદદ કરે છે. અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.

વાસણ | Dhanteras 2024

ધનતેરસના દિવસે તાંબા અને પિતાના વાસણો ખરીદવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે. વાસણ એ રસોડામાં સમૃદ્ધિનું એક પ્રતિક ગણવામાં આવે છે. અને આજે સ્ટીલ અને લોખંડની વસ્તુઓ તમારે ન ખરીદવી જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવે છે.

નવું વાહન

જો તમે પણ અત્યારે કોઈ નવું વાહન કે સાધન ખરીદવા માંગી રહ્યા છો અને તેનો વિચાર કરી રહ્યા છો તો ધનતેરસ એ સૌથી સારો દિવસ છે અને તે શુભ માનવામાં આવે છે. અને આ દિવસે નવું વાહન ખરીદવાથી તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે.

Leave a Comment