Chhath Puja 2024: દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લા પક્ષી ચોથી તિથિ લઈને સાતમી ટીધી સુધી છઠ પૂજા (Chhath Puja 2024) મનાવવામાં આવે છે. અને આ પર્વ દરમિયાન ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. અને તેમને અર્ધ્ય આપવાનું વિધાન હોય છે.આ વ્રતને પરણેલી સ્ત્રીઓ વિધિપૂર્વક કરે છે. અને તેની સાથે પુરુષો પણ પોતાના જીવનમાં આવનારા સંકોટોને દૂર કરવા માટે ભગવાન સૂર્યદેવની ઉપાસના કરે છે. અને એવી ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી તેમને સૂર્યદેવની કૃપા મળે છે અને તેમનું જીવન ખુશ ખુશાલ રહે છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશુ કે છઠ પૂજા કયા દિવસે છે અને તેને કેવી રીતે મનાવવામાં આવે છે ?
ક્યારે છે છઠ્ઠ પૂજા ? Chhath Puja 2024
પંચાંગમાં જણાવ્યા મુજબ છઠ્ઠ પૂજા ના તહેવારની શરૂઆત કારતક મહિનાના શુક્રપક્ષની ચોથી તિથિથી શરૂ થાય છે. અને તે સાતમી તિથિના દિવસે પૂરું થાય છે. અને આ વર્ષે છઠ્ઠ પૂજા નો આ પર્વ 5 નવેમ્બરથી લઈને 8 નવેમ્બર સુધી મનાવવામાં આવશે.
છઠ્ઠ પૂજાના પહેલા દિવસે નહાઈ ખાઈ (Nahay Khay Chhath Puja 2024) કરવામાં આવે છે. આ દિવસને સ્નાન અને ભોજન કરવાની વિધિ હોય છે. અને પંચાંગ મુજબ આ વખતે પાંચ નવેમ્બરના રોજ આ વિધાન કરવામાં આવશે.
બીજા દિવસે ખરના પૂજા (Kharna Chhath Puja 2024) કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ માટીના ચૂલા પર ખીર બનાવે છે. તેના પછી તેને ભોગરૂપે છઠ્ઠી મૈયા ને આપવામાં આવે છે. આ દિવસે પૂજા કર્યા પછી વ્રતની શરૂઆત થાય છે. અને આ વખતે આ કાર્ય 6 નવેમ્બરના કરવામાં આવશે.
અને ત્રીજા દિવસે નિર્જલા વ્રત રાખવામાં આવશે ડૂબતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. આ વખતે સાત નવેમ્બરના દિવસે ડૂબતા સૂરજને અર્ધ્ય આપવામાં આવશે.
અને તેના છેલ્લા દિવસે એટલે કે ચોથા દિવસે ઉગતા સૂરજને અર્ધ્ય આપવામાં આવે છે. તેના પછી શુભ મુહૂર્ત પર વ્રત ખોલવામાં આવે છે. અને આ વખતે આ વ્રત નું સમાપન 8 નવેમ્બરના થશે.
Read More –
- Happy Bhai Beej Wishes in Gujarati: ભાઈબીજના પવિત્ર પર્વ પર શુભેચ્છાઓ આપતા મેસેજ
- Nutan Varshabhinandan Wishes in Gujarati: નૂતન વર્ષાભિનંદન મેસેજ, કોટ્સ , સગા સંબંધીને શુભેચ્છાઓ આપો
- Gujarat Government Women Relief Scheme: હવે નહિ કરવો પડે ગેસ ભરાવાનો ખર્ચ ! કેન્દ્ર સરકારની મહિલાઓ માટે નવી યોજના