SBI ATM Card Charges: SBI એટીએમ કાર્ડ પર લાગે છે ઘણા બધા ચાર્જ, મફત સમજીને લોકો નથી આપતા ધ્યાન , એકાઉન્ટમાંથી કપાય છે પૈસા

SBI ATM Card Charges: ઘણા લોકો માની લે છે કે તેમના બેંક ખાતા સાથે એટીએમ કાર્ડ મફત આવે છે, પરંતુ વાસ્તવમાં, એસબીઆઈ એટીએમ-કમ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા સાથે જુદા જુદા ચાર્જ લાગે છે.ચાલો જાણીએ કે SBI ATM કાર્ડનો ઉપયોગ કરતી વખતે કાર્ડધારકોએ કઈ ફી અને ચાર્જ વિશે જાણવું જોઈએ.

1. ડેબિટ કાર્ડ જારી કરવાની ફી | SBI ATM Card Charges

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની વેબસાઈટ અનુસાર, ડેબિટ કાર્ડ જારી કરવા પર કાર્ડના પ્રકાર પર આધાર રાખીને ચાર્જ લાગે છે:

  • ક્લાસિક/સિલ્વર/ગ્લોબલ/કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ – કોઈ ચાર્જ નથી
  • ગોલ્ડ ડેબિટ કાર્ડ – INR 100 + GST
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડ – INR 300 + GST

2. એન્યુઅલ મેન્ટનેસ ફી

SBI ડેબિટ કાર્ડ્સ પર વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લાગુ કરે છે, જે ખાતું ખોલ્યા પછી બીજા વર્ષથી શરૂ થાય છે. ફી કાર્ડના પ્રકાર પ્રમાણે બદલાય છે:

  • ક્લાસિક/સિલ્વર/ગ્લોબલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ – INR 200 + GST
  • યુવા/ગોલ્ડ/કોમ્બો/માય કાર્ડ ડેબિટ કાર્ડ – INR 250 + GST
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડ – INR 325 + GST
  • પ્લેટિનમ બિઝનેસ રૂપે કાર્ડ – INR 350 + GST
  • પ્રાઇડ/પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ – INR 425 + GST

3. ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ ફી

જો કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો કાર્ડધારકોએ બદલવા માટે INR 300 + GST ચૂકવવાની જરૂર છે.

4. ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન ફી

SBI ડેબિટ કાર્ડ પર ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન ચાર્જ લાગે છે. ATM પર બેલેન્સની પૂછપરછ માટે, INR 25 + GST ની ફી લાગુ પડે છે.રોકડ ઉપાડ પર INR 100 નો ન્યૂનતમ ચાર્જ + ટ્રાન્ઝેક્શન રકમના 3.5% + GST વસૂલવામાં આવે છે. POS અથવા ઈ-કોમર્સ ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન માટે, વ્યવહારની રકમ પર 3% ચાર્જ + GST લાગુ થાય છે.

Read More –