aayushman Bharat pradhanmantri Jan aarogya Yojana: અત્યારે દિવાળીના તહેવાર ચાલી રહ્યો છે. અને આ તહેવારની સિઝનમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સિટીઝન લોકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. ધનતેરસ અને આયુર્વેદ દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં ઓલ ઇન્ડિયા એટીટ્યુડ ઓફ આયુર્વેદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની શરૂઆત કરવામાં આવી.
સિનિયર સિટીઝન ને આપ્યું વય વંદન કાર્ડ | aayushman Bharat pradhanmantri Jan aarogya Yojana
અને આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દ્વારા સિનિયર સિટીઝન લોકોને આ યોજના હેઠળ આયુષ્માન વય વંદન કાર્ડ આપવામાં આવ્યું. જે તેમના માટે એક મોટી ભેટ સમાન છે. અને આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા લગભગ 12850 કરોડ રૂપિયા થી વધારે ના હેલ્થ પ્રોજેક્ટ નો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું.
5 લાખ રૂપિયા સુધી મફતમાં થશે સારવાર
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ દેશના તમામ વૃદ્ધ નાગરિકોને મળશે. જેમાં વય મર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમ છતાં દેશના અન્ય નાગરિકો માટે આ યોજનામાં વય મર્યાદા અત્યારે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો દેશના લગભગ 29,000 થી વધારે લિસ્ટેડ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર થઈ શકે છે.
Read More –